Ghanshyam Maharaj Darshan 3
પોતાના ઇષ્ટદેવે જે નિયમ ધરાવ્યાં હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે, અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશે દૃઢપણે હોય તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહિ, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય, અને ત્રીજો પોતાના ઇષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો તે જેમ માબાપ, દીકરા, દીકરી તેનો પક્ષ રાખે છે, ને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, ને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. (મ. ૬૧)