
Ghanshyam Maharaj Darshan 3
જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે તો પણ તે ભૂંડી ગતિને નહિ પામે; તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે સુધો ત્યાગી રહેતો હોય, ને કામ, ક્રોધ, લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહિ ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જાશે, અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો. (મ. ૧૪)